ભુજ તાલુકાની પાયરકા પ્રા. શાળાનું હજુ ઘેટ બંધ..!

ભુજ તાલુકાની પાયરકા પ્રા. શાળાને હજુ સુધી શરૂ કરવામાં નથી આવી
વેકેશન પૂર્ણ થયા બાદ જયારે ક્ચ્છની અનેક શાળાઓમાં આજે જ્યારે પ્રવેશ ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે પાયરકા નાના એવા ગામની શાળા બંધ છે.
માહિતી મળ્યા મુજબ આજથી આશરે ત્રણ વર્ષ પહેલા આ ગામની શાળા જે રેગ્યુલર હતી. બાદમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાળો થતા આ શાળાને બાજુના મખણા ગામની પ્રા. શાળામાં મર્જ કરી દેવામાં આવી જયારે મખણા અને પાયરકા આ બન્ને ગામનું ૬ કિમી નું અંતર છે. જયારે R.T.E નિયમ મુજબ ૩ કિમી કે અથવા એથી પણ અંતર ઓછુ હોય અને એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવા સંજોગોમાં એક શાળાને બીજી શાળામાં મર્જ કરી શકાય છે. પરંતુ પાયરકા ગામની શાળાની સ્થિતિ જોવા જઈએ તો આજુ બાજુના ના જે ગામો આવેલા છે. જે શાળાઓ આવેલી છે. તે તમામ નું અંતર ૫ અને ૬ કિમી છે.
તેમ છતાં આ ગામની શાળાને મર્જ કરવામાં આવી છે.
બીજી બાજુ જે તે સમયે આ ગામની શાળા જ્યારે મખણા ગામની શાળામાં મર્જ કરાઈ હતી. પેટા વિભાગ તરીકે માન માન માત્ર ૧૦ કે ૧૧ મહિના પૂરતી જ શરૂ રાખવામાં આવી મખણા શાળામાંથી એક શિક્ષક ને પાયરકાની શાળામાં મોકવામાં આવતા હતા તે બંધ કરી દેવાયું ત્યારે ગ્રામજનો એ શાળા શરૂ રાખવા અને ગામના બાળકોનું ભાવિ અંધકારમાં ન જાય તે માટે સંબંધિત અધિકારીઓ તેમજ કચેરીઓ માં લેખિત તેમજ મોખિક રજૂઆતો વારંવાર કરી હતી પણ કોઈ નિવેડો ન આવતા આખરે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ શાળા શરૂ કરાવવા ભુજમાં કલેક્ટર ની કચેરી સામે ૩ દિવસ ધરણા આંદોલન પણ ચલાવ્યું હતું જેની અશરથી તે સમયે શાળામાં પાછા એક શિક્ષક મોકલવામાં આવ્યા હતા જયારે હાલ આ વેકેશન પૂરું થતા આ ગામની શાળામાં શિક્ષક મોકલવામાં આવ્યા નથી અહીંની શાળા હજુ બંધ જ છે. અહીંની શાળામાં ૧ થી ૫ ધોરણ સુધીનું અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હતો. ગ્રામજનોની માંગ છે. કે આ શાળા વહેલી તકે શરૂ કરવામાં આવે અને કાયમી માટે એક શિક્ષક રેગ્યુલર આપવામાં આવે ગામના સરપંચ,પંચાયતનાસભ્યો ન્યાય સમિતિના ચેરમેન અને ગ્રામજનો સહીત ની માંગ છે.
જો માંગ સ્વીકાર કરવામાં નહિ આવે તો પાયરકા ગ્રામજનો અને ભીમ આર્મી એકતા મિશન સંગઠન દ્વારા આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.