પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ મધ્યે એલપીજીની અંતિમયાત્રા કાઢી સરકાર દ્વારા કરાયેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો

હાલ ગુજરાતમાં અને દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. એલપીજી રાંધણગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ ખાતે એલપીજી સીલીન્ડરની સ્મશાનયાત્રા કાઢી સરકાર દ્વારા સતત થઇ રહેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે રાંધણગેસ – એલપીજીના ભાવમાં સરકાર દ્વારા વારંવાર કરાતા ભાવ વધારાના કારણે ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે તથા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે. આ અંગે સરકાર સતત નિષ્ક્રિય છે અને માત્ર ઉદ્ઘાટનો અને ઉજવણીમાં વ્યસ્ત છે.
પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામની મુખ્ય બજારમાંથી રાંધણગેસ (એલપીજી)ના સીલીન્ડરની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી તથા સતત વધી રહેલા ભાવનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથા, નીશાબેન દુદાની, અમૃતભાઇ રાઠોડ, સુનીલ જેઠવાની, અસલમ સૈયદ, જીજ્ઞાશાબેન સોંદરવા, કંચનબેન વાઘેલા, હીરાબેન, અજીબેન, નિર્મલાબેન, ભાવનાબેન ચૌહાણ, મંજુલબેન, રવિભાઇ, નીતીનભાઇ રાસ્તે, દેવજીભાઇ આહીર, દેવાયતભાઇ આહીર, અમરદીપસિંહ વગેરે કાર્યકરો જોડાયા હતા.