ભુજના જયુબેલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4માં બ્લાસ્ટર 11 કેરા ચેમ્પિયન

સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સહયોગથી આયોજિત કચ્છ લોકસભા ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.6 જૂન થી ચાલુ આ ટુર્નામેન્ટમાં પુરુષોની ટીમો ઉપરાંત મહિલાઓની અંદાજે 13 ટીમોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યારે 12 જૂનના મહિલા વિભાગની ફાઇનલ મેચમાં બ્લાસ્ટર 11 કેરા અને સૂર્યા બિલ્ડર્સની ટીમ આમને-સામને આવી હતી રોમાંચક મુકાબલામાં બ્લાસ્ટર 11 કેરાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને 8 વિકેટે વિજય મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો વિજેતા ટીમના સહયોગી અને મેન્ટર તરીકે કંચન વરસાણી, જ્યારે કેપ્ટન તરીકે અવૃતિ ભોજાણી અને વાઇસ કેપ્ટન તરીકે અંશિકા રબાડિયાએ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી ટીમના કોચ રાજ વરસાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે ઉત્તમ રમત દર્શાવી વિજય હાંસલ કર્યો હતો ટુર્નામેન્ટ દ્વારા મહિલા ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી હતી, જેના માટે આયોજકો તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અભિનંદનના હકદાર બન્યા છે વિજય ટીમને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા 11.000 હજાર નો ચેક અર્પણ કરવામાં આવિયો હતો