*પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં 12 વર્ષના સુશાસન ઉજવણીના આજરોજ બહુવિધ કાર્યક્રમો યોજાયા*

ભારતીય જનતા પાર્ટીના અવિરત 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં જયારે વિવિધ સેવાકીય અને જનઉપયોગી કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન તમામ મંડળોમાં કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આજરોજ ક્ચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતીમાં અનેક લોકોપયોગી કામો કરવામાં આવ્યા હતા.
પ્રભારી મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતમાં આરોગ્ય પથ, વોક-વે, હમીરસર તળાવ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ “વિશેષ સ્વચ્છતા અભિયાન” માં સહભાગી બની જાહેર સ્થળોની સફાઈ કરી શ્રમદાન દ્વારા સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. ત્યાર બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રષ્ટિવંત, વિકાસલક્ષી અને જનકલ્યાણકારી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કચ્છ જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્રારા મોરચાના અધ્યક્ષ રવિભાઈ નામોરીની આગેવાનીમાં આયોજિત ભુજ શહેર મધ્યે આરોગ્ય પથ, વોક-વે થી સ્મૃતિવન સુધી “પ્રગતિ પથ સાઈકલ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રભારી મંત્રી સહિતના જીલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ઉપરાંત ખેંગારપાર્ક ખાતે મોદી સરકારના 12 વર્ષના વિકાસ કાર્યોને જીવંત કરતી વિશેષ પ્રદર્શનીને સર્વે આગેવાનો દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યાર બાદ મુક્તજીવન મહિલા કોલેજ મધ્યે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” માં ઉપસ્થિત આગેવાનોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો અને ઉપસ્થિતિ પ્રબુદ્ધ નાગરિકો સાથે દેશના સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, સુશાસન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા ઐતિહાસિક કાર્યો અને જનહિતકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારીમંત્રી સહિતના આગેવાનો દ્વારા સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરીને સ્મૃતિવનની મુલાકાત લઇ ભૂકંપ પછી કચ્છમાં થયેલા આમૂલ વિકાસ અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કેડીસીસી બેન્ક મધ્યે આયોજિત જન કલ્યાણ શિબિરમાં પણ સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ સંસ્થા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની પણ મુલાકાત લઈને રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે ભુજ બી.એસ.એફ. કેમ્પસ ખાતે પણ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ભચાઉના કુંભારડી ગુણાતીતપુર રોડ પર આવેલ ડેમની પાસે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં પણ પ્રભારી મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.
એક વિશેષ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ મોદી સાહેબના 12 વર્ષના સુશાસનની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓનું સરવૈયું રજૂ કરવા હેતુથી એક વિશેષ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોદી સાહેબ 12 વર્ષના સાશન કાળમાં સમગ્ર દેશ સાથે સમગ્ર ગુજરાત અને કચ્છમાં પણ અવિરત વિકાસના કામો થયાં છે, લોકો નું જીવનધોરણ ઉંચુ આવ્યું છે તે માટે લોકોએ મોદી સાહેબને આપેલ અવિરત જનસમર્થન માટે તેમણે લોકોનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે મોદી સાહેબના આ 12 વર્ષ એ ભારતની આવનારી પેઢીઓ સુધી ભારતના રાજકીય ઇતિહાસનો એક સુવર્ણકાળ ગણાશે. આ 12 વર્ષમાં વિકાસને લગતી કોઈ એક પણ તક કે એક પણ દ્વારને વણસ્પર્શ્યા રાખવામાં આવ્યા નથી. આ અવસરે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતે આજે સાચા અર્થમાં વિકાસની હરણફાળ ભરી છે અને સર્વે દેશવાસીઓ આજે એક સમર્થ અને સ્વાવલંબી સરકારનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આજે ભારતના યુવાનો વિકાસ અને રોજગારની નવી તકોની સાથોસાથ રાષ્ટ્રવાદ અને સેવાની વાતો કરતા થઈ ગયા છે અને સમગ્ર ભારતના લોકોમાં મોદી સાહેબના મજબૂત શાસન પ્રત્યે આનંદ અને રાહતની લાગણી વર્તાઈ રહી છે. કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા અતૂટ અને અવિરત રહ્યો છે. આજે કચ્છ અને મોરબીનો સર્વાંગી ઔદ્યોગિક વિકાસ ઉડીને આંખે વળગી રહ્યો છે. કચ્છમાં નવા રેલવે સ્ટેશનનો ઉપરાંત નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત માળખાકીય સુવિધાઓમાં વધારો કરતાં અનેક વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. તમામ કાર્યક્રમોમાં કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા મનજીભાઇ આહીર, કેડીસીસી બેન્ક ચેરમેન દેવરાજભાઇ ગઢવી, સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ સુરેશભાઈ સંઘાર સહિત જિલ્લા ભાજપના હોદેદારો, મોરચાના હોદેદારો, મંડળના હોદેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.