અંજારમાં ચોરાઉ બાઈક સાથે પોલીસે ઇસમને પકડી પાડયો
copy image

અંજારમાં ચોરાઉ બાઈક સાથે પોલીસે ઇસમને પકડી પાડયો હતો. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોલીસને બાતમી મળતા ગંગાનાકા પાસે આરોપી પસાર થતાં તેને રોકીને બાઈકના આધાર-પુરાવા માગ્યા તે દરમ્યાન તે રજૂ કરી શક્યો ન હતો. ઇસમને કરાયેલી પૂછપરછ દરમ્યાન વરસામેડીમાં કેનાલ પાસેથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.