ઓમાનના દરિયાકાંઠે 14 ભારતીય નાગરિકોને બચાવ્યા
copy image

copy image
અમેરિકાનો આ વખતે હુમલો નહીં પણ ઓમાન પાસે 14 ભારતીયને બચાવ્યા સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ઓમાનના દરિયાકાંઠે 14 ભારતીય નાગરિકોને લઈ જતી એક હોડી અચાનક ડૂબવા લાગી હતી તે દરમ્યાન ઘટનાની જાણ થતાં જ યુએસ નેવી, ભારતીય નેવી અને પસાર થતા એક વેપારી જહાજે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ 14 ભારતીયને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ઓમાનના રાસ અલ હદ્દથી આશરે 80 નોટિકલ માઇલ પૂર્વમાં બની હતી. દરિયામાં વધતા તણાવ અને સુરક્ષા પડકારો વચ્ચે આ સફળ બચાવ કામગીરી કરાઈ હતી. રવિવારે સવારે યુએસ નેવીને સૂત્રો માંથી માહિતી મળી હતી કે, ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ મુશ્કેલીમાં છે તે દરમ્યાન યુએસ નેવીએ દરિયાકાંઠાના અધિકારીઓ અને ભારતીય નૌકાદળને જાણ કરી અને યુએસ નેવીનું એક પી-8 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને તમામ 14 લોકોને સુરક્ષિત તેમાં પહોંચાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઓમાન અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસનો દરિયાઈ વિસ્તાર સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ છે.