બ્રાઝિલમાં 24 વર્ષની યુવતી સુરક્ષા દોરડું બાંધ્યા વિના જ 35 મીટરની ઊંચાઈ પરથી નીચે કૂદી ઘટનાસ્થળે જ દર્દનાક મોત

copy image

બ્રાઝિલમાં 24 વર્ષની એક યુવતી માટે એડવેન્ચરનો શોખ જ તેના મોતનું કારણ બન્યું . એક એડવેન્ચર કંપનીની રૂંવાડા ઉભા કરી દે તેવી બેદરકારીના કારણે યુવતી બંજી કોર્ડ એટલે કે સુરક્ષા દોરડું બાંધ્યા વિના જ 35 મીટરની ઊંચાઈ પરથી નીચે કૂદી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ આ અકસ્માત સાઓ પાઉલો રાજ્યના લિમેઇરા અને કોર્ડેઇરોપોલિસ શહેરોને જોડતા ‘પોન્ટે ડો એસ્કેલેટો’ પર થયો હતો. આ પુલ છેલ્લા અંદાજે ત્રણ દાયકાથી બંધ પડ્યો છે, પરંતુ હાલના દિવસોમાં તે એડવેન્ચરના શોખીનો અને પ્રવાસીઓ માટે એક મનપસંદ સ્પોટ બની ગયો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ જગ્યા પર સરકાર અથવા કોઈ સત્તાવાર સંસ્થાની કોઈ દેખરેખ કે સુરક્ષા રેગ્યુલેશન લાગુ નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘોર બેદરકારીનો મામલો છે. ક્રૂ મેમ્બર્સે યુવતીને ધક્કો મારતા પહેલા પ્રાથમિક સુરક્ષા તપાસ પણ ન કરી અને એ ચેક કરવાનું ભૂલી ગયા કે તેનું સુરક્ષા દોરડું યોગ્ય રીતે બંધાયેલું છે કે નહીં. અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ હોવના અહેવાલ છે.