ભચાઉમાં માદક પદાર્થ સાથે ઈસમની ધરપકડ

ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં એક ઓરડીમાંથી રૂા. 11,700ના ગાંજા સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી જો કે, આ ગાંજો ક્યાંથી આવ્યો તે પોલીસ ઓકાવી શકી નહોતી. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર શખ્સ માદક પદાર્થ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઓરડીમાં રહેતા આ શખ્સને પકડી પાડી ઓરડીની તપાસ કરાતાં એક થેલીમાંથી માદક પદાર્થ મળ્યો હતો, જે એફ.એસ.એલ. અધિકારી પાસેથી ખરાઇ કરાવાતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આરોપી પાસેથી રૂા. 11,700નો 234 ગ્રામ ગાંજો તથા વજનકાંટો વગેરે જપ્ત કરાયું હતું, પરંતુ આ શખ્સ ગાંજો ક્યાંથી લઇ આવ્યો હતો, તે પોલીસ ઓકાવી શકી નહોતી, જેની આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.