રાપર પો.સ્ટે. વિસ્તારમાં ફતેગઢ ભોજનારી ડેમ વિસ્તાર પાસે ફાયરીંગ કરી ખુનની કોશિષના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને પકડી પાડતી

image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ ડોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં બનતા શરીર સબંધી બનાવો શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય

ગઈ તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ રાપર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ફતેગઢ ગામની સીમમાં આવેલ ભોજનારી ડેમ પાસે માલધારી પરિવાર પોતાના ઘેટા-બકરા સાથે પડાવ નાખેલ હોય આ જગ્યાએ રાત્રિના સમયે બે અજાણ્યા આરોપી મોટર સાયકલથી આવતા ભોગ બનનાર જોગાભાઈ રબારી જાગી જતા તેમના ઉપર ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી નાશી ગયેલ. આ બાબતે ખોડાભાઈ કાનાભાઈ રબારી રહે. નાની રવ તા.રાપર વાળાની ફરીયાદ આધારે રાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯૩૦૧૦૨૬૦૫૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૯(૧),૫૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી), (એ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો રાપર પો.સ્ટે.માં તા.૧૬/૦૯/૨૦૨૬ ના દાખલ કરવામાં આવેલ.

સદરહુ ગુનો ખુનની કોશિષનો બનેલ હોય જેથી પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામના સીધા સુપરવિઝન હેઠળ જે.એમ.વાળા પોલીસ ઇન્સપેકટર લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની અલગ-અલગ ટીમો બનાવી સદરહુ ગુનો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતી તેમજ સદરહુ ગુનો મોડી રાત્રિના સમયે બનેલ હોય ગુનાની જગ્યાની આજુબાજુ કોઈ સી.સી.ટી.વી. કેમેરા ન હોય જેથી એલ.સી.બી. ટીમો વાગડ વિસ્તારમાં કેમ્પ રાખી જરૂરી વર્કઆઉટ કરી ખાનગી બાતમીદારો દ્વારા હકીકતો મેળવતા જણાઈ આવેલ કે રાત્રિના સમયે શિકાર કરતા ઇસમો આ ગુનાનો અંજામ આપેલ હોય શકે જેથી સીમ વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા તમામ એંગલથી તપાસ કરી આ ગુનાને અંજામ આપનાર નીચે જણાવેલ બે ઇસમોને ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ,હથિયાર તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને તેઓની પુછપરછ કરતા પોતે આ પડાવની

બાજુમાં જંગલ વિસ્તારમાં શિકાર કરવા આવેલ હતા પરંતુ માલધારી લોકો જાગી જતા તેમને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરી મોટરસાયકલથી નાશી ગયેલ હતા. જે આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.