ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકું કરી દીધું
copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના 38 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકું કરી દીધું હતું. ભારતનગર નજીક જી.આઇ.ડી.સી. પ્લોટનંબર 16-17 ઓટો ગેરેજની બાજુમાં રહેનાર ગતસાંજે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન પોતાના રૂમ ઉપર હતો તે દરમ્યાન તેણે કોઈ અગમ્ય કારણોસાર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.