સરકારની ખેડૂત વિરોધીનીતિ સામે અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી…

image-167

copy image

copy image

સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી કોંગ્રેસે ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી હતી જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતાં. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અમદાવાદના ઓગણજ વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો હતો તે દરમ્યાન ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.ખેડૂતોની રેલી ગાંધીનગર પહોંચે એનાથી પેલા અંદરોઅંદર ફાટ પડી હતી. ગુજરાત કોંગ્રેસના ટેકાથી યોજાયેલી રેલી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે કોઈની ખરાબ હાલત હોય,  અત્યાચાર થતો હોય, શોષણ થતું હોય અને અન્યાય થતો હોય તો એ જગતના તાત ખેડૂત સાથે થઈ રહ્યો છે. બીજેપીના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતો મારુતિ કાર લઈને ફરશે એવા ભાષણો કરતાં હતા પરંતુ ખેડૂતના ખેતરમાં જબરદસ્તીથી કંપનીઓના વીજપોલ ઊભા કરવામાં આવે છે, જ્યારે વળતર માંગે, પાકની નુકસાની માંગે ત્યારે પોલીસ દ્વારા એને લાકડીઓ મારવામાં આવે છે. કોંગ્રેસના લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે,11 દિવસ પછી સરકાર જવાબ નહીં આપે તો જિલ્લાઓમાં ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા રહીને ચક્કાજામ કરીશું.