પશ્ચિમ એશિયામાં તણાવનાંથી ઇંધણના વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા

image-166

copy image

પશ્ચિમ એશિયામાં તણાવનાંથી ઇંધણના વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા હતા.જેનાં પરિણામે ડીઝલ-પેટ્રોલ અને એલપીજીની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રવિવારે જ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો હતો.આ ઘટાડો ટ્રમ્પના એલાન બાદ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી પૂરી થઈ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે કોઈપણ ટોલ વિના ખોલી દેવામાં આવશે.  ટ્રમ્પે લખ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ ટોલ વિના ખોલવાની પૂરી મંજૂરી આપે છે. સાથે જ અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો આદેશ આપી રહ્યા છે. યુદ્ધ શરૂ થયા બાદ આ વ્યાપારિક સમુદ્રી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ક્રૂડની કિંમત સતત વધવા લાગી હતી.