Skip to content
લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગામ કેરા, તા.ભુજના અનોપસિંહ અભેસિંહ રાઠોડ, તથા આમદખાન જાનમામદખાન બ્લોચ, હાલ રહે.કિડાણા, તા.ગાંધીધામ વાળાઓ પોતાના કબ્જાના અશોક લેલન છોટા હાથી વાહનમાં ગેરકાયદેસર ભારતિય બનાવટનો વિદેશી દારૂ ભરી ગજોડ ગામના કાચા રસ્તેથી કેરા તરફ આવી રહેલ હોવાની સચોટ બાતમી આધારે કેરા નજીક ત્રણ રસ્તા પાસે ઉપરોકત અશોક લેલન છોટા હાથી પકડી તપાસ કરતા નીચે મુજબનો મુદામાલ મળી આવેલ.? ભારતીય બનાવટના વિદેશી દારૂ એપીસોડ કલાસીક વ્હીસ્કિની પેટીઓ નંગ-૧૪૯, બોટલો નંગ – ૧૭૮૮, કિ.રૂા.૬,૨૫,૮૦૦/- નો પ્રોહિ મુદામાલ ? અશોક લેલન છોટા હાથી કિ.રૂા.ર,૦૦,૦૦૦/- ? *મોબાઇલ ફોન નંગ-૩, કિ.રૂા.૧૬૦૦/- ? એમ કુલ કિ.રૂા.૮,૨૭,૪૦૦/- નો પ્રોહિ. મુદામાલ મળી આવતા આરોપી (૧) અનોપસિંહ અભેસિંહ રાઠોડ, રહે.કેરા, તા.ભુજ તથા નં.(ર)આમદખાન જાનમામદખાન બ્લોચ, હાલ રહે.કિડાણા, તા.ગાંધીધામ વાળાઓ રેડ દરમ્યાન પકડાઇ જઇ જયારે આ દારૂનો જથ્થો આપનાર નં.(૩) કાના કોલી, રહે.રાપરવાળો રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.