ભારત અને પાકિસ્તાનના બે યુવાનોએ મળીને બનાવી કંપની, હવે ઈલોન મસ્કે 60 અબજ ડોલરમાં ખરીદી
copy image

વિશ્વના સૌથી ધનવાન ઈલોન મસ્કની કંપની સ્પેસેક્સે AI કોડિંગ પ્લેટફોર્મ કર્સરની પેરેન્ટ કંપની એનીસ્ફીયર 60 અબજ ડોલરમાં ખરીદી છે.મળતી માહિતી મુજબ આ ડીલની ચર્ચા ખૂબ થઈ રહી છે. તેનું કારણ એ છે કે આ કંપનીને એક ભારતીય અને પાકિસ્તાનીએ ભેગા મળીને સ્થાપી છે. મસ્કે કંપની ખરીદતા બંને રાતોરાત અબજપતિ થઈ ગયા છે. અમેરિકાના સૌથી નાની વયના અબજપતિમાં સ્થાન પામ્યા છે. આ ડીલના લીધે ભારતીય મૂળના 25 વર્ષના યુવાન અને પાક.માં કરાચીમાં જન્મેલા 26 વર્ષના યુવક બંનેને 22,500-22,500 કરોડ રૂપિયા મળવાના છે. બંનેની હિસ્સેદારી 4.5 અને 4.5 ટકા છે. બંનેના હિસ્સાનું મૂલ્ય 2.7 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. જો કે આ ડીલ ઓલ સ્ટોક ડીલ છે. એટલે કે તેમને રોકડા રૂપિયા નહી મળે, પરંતુ સ્પેસેક્સના શેર મળશે. આના પગલે તે સીધા ઈલોન મસ્કની કંપનીના અગ્રણી શેરધારકોમાં સામેલ થઈ જશે. કંપનીનો પ્રારંભ 2022માં ચાર મિત્રએ કર્યો હતો. આ ચારેય મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં ભણવા દરમિયાન મળ્યા હતાકર્સર શરૂ થઈ તે પહેલા તેમણે ગૂગલ, બ્રિજવોટર એસોસિયેટ્સ અને યુ.કોમ જેવી કંપનીઓમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર (CPO) સુઆલેહ આસિફ મૂળ કરાચીના રહેવાસી છે. તેઓ નાનપણથી જ ગણિતમાં વિલક્ષણ પ્રતિભાવાળા રહ્યા છે. મસ્ક અને સ્પેસએક્સનું આ પગલું AI કોડિંગના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિનો પ્રારંભ માનવામાં આવી રહ્યું છે.