કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું કંડલા એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત

150 ટી.પી.ડી. ઈ –મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટર–વે કેબિનેટ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલનું કંડલા એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા,દીનદયાલ પોર્ટ ચેરમેનશ્રી સુશીલકુમાર સિંગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ એસ.પી. શ્રી સાગર બાગમાર, આસામ પેટ્રો કેમિકલ્સ લિમિટેડના ચેરમેનશ્રી બિકુલ ડેકા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. ડી. ડાવેરા, ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ વેલસ્પનનાશ્રી ચિંતનભાઈ ઠાકર, તથા પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું.