*ભારતીય જનતા પાર્ટીના 12 વર્ષના સુશાસનમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો – પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી*

ભારતીય જનતા પાર્ટીના અવિરત 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં જયારે વિવિધ સેવાકીય અને જનઉપયોગી કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે એ અંતર્ગત આજરોજ પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી પણ my ખાસ કચ્છ ખાતે પધાર્યા હતા અને જીલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસના આરંભે મુંદરા તાલુકાના વિરાણીયા ગામે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત મહામંત્રીશ્રીના હસ્તે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વિરાણીયા ગ્રામ પંચાયત તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 5 એકર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા 15,000થી વધુ વૃક્ષોનું વન નિર્માણ થવા જઈ રહ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે જેમાં અન્ય પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ જિલ્લાનું મોવડી મંડળ ઉપસ્થિત રહ્યું હતું.
રત્નાકરજી સહિતના આગેવાનોએ સ્મૃતિવનની મુલાકાત લઇ ભૂકંપ પછી કચ્છમાં થયેલા આમૂલ વિકાસનો પરિચય કર્યો હતો અને પર્યાવરણ જતનની દિશામાં સંકલ્પિત બનીને સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશિષ્ઠ વ્યક્તિ સંપર્ક અભિયાન અંતર્ગત પક્ષના વરિષ્ઠ આગેવાન અને ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરાના ઘરે પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનોએ ભોજન લીધું હતું. ભોજન બાદ સર્વે આગેવાનોએ કચ્છ યુનિવર્સિટી ખાતે નવનિર્મિત અત્યાધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયોના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી આપી હતી.
કચ્છ પ્રવાસ દરમિયાન રત્નાકરજીએ જણાવ્યું હતું કે મોદી સાહેબ 12 વર્ષના સાશન કાળમાં સમગ્ર દેશ સાથે સમગ્ર ગુજરાત અને કચ્છમાં પણ અવિરત વિકાસના કામો થયાં છે, લોકો નું જીવનધોરણ ઉંચુ આવ્યું છે તે માટે લોકોએ મોદી સાહેબને આપેલ અવિરત જનસમર્થન માટે તેમણે લોકોનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે મોદી સાહેબના આ 12 વર્ષ એ ભારતની આવનારી પેઢીઓ સુધી ભારતના રાજકીય ઇતિહાસનો એક સુવર્ણકાળ ગણાશે. આ 12 વર્ષમાં વિકાસને લગતી કોઈ એક પણ તક કે એક પણ દ્વારને વણસ્પર્શ્યા રાખવામાં આવ્યા નથી.
પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે.
આ અવસરે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતે આજે સાચા અર્થમાં વિકાસની હરણફાળ ભરી છે અને સર્વે દેશવાસીઓ આજે એક સમર્થ અને સ્વાવલંબી સરકારનો અનુભવ કરી રહ્યા છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આજે ભારતના યુવાનો વિકાસ અને રોજગારની નવી તકોની સાથોસાથ રાષ્ટ્રવાદ અને સેવાની વાતો કરતા થઈ ગયા છે અને સમગ્ર ભારતના લોકોમાં મોદી સાહેબના મજબૂત શાસન પ્રત્યે આનંદ અને રાહતની લાગણી વર્તાઈ રહી છે.
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા અતૂટ અને અવિરત રહ્યો છે. આજે કચ્છ અને મોરબીનો સર્વાંગી ઔદ્યોગિક વિકાસ ઉડીને આંખે વળગી રહ્યો છે. કચ્છમાં નવા રેલવે સ્ટેશનનો ઉપરાંત નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત માળખાકીય સુવિધાઓમાં વધારો કરતાં અનેક વિકાસ કામો પ્રગતિ હેઠળ છે.
વિવિધ કાર્યક્રમોમાં રત્નાકરજી સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા ભાજપના હોદેદારો, મોરચાના હોદેદારો, મંડળના હોદેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.