અંબુજા સાંધીપુરમમાં અદાણી ફાઉ. થકી છ બાળકોની માતાને જીવતદાન

દુનિયામાં બિલ્ડિંગ સામગ્રી માટે સમાધાન પ્રદાન કરતી નવમી સૌથી મોટી કંપની અને વિવિધતાસભર ઔહોગિક કામગીરીઓમાં સંકળાયેલા અદાણી ગ્રૂપની માલિકીની કંપની અંબુજા સિમેન્ટ્સ પોતાની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સંસ્થા અદાણી ફાઉન્ડેશન સુનિશ્ચિત કરે છે કે, સરકારી હેલ્થકેર સુવિધાઓ ગ્રામીણ ગુજરાતમાં સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.
આસીબાઈએ પોતાનું જીવન બીજાને ઉપયોગી થવામાં પસાર કર્યું હતું. 53 વર્ષની વયે બરંદા (સંધી)નો રહેવાસી અને છ બાળકોની માત અસીબાઈ પશુપાલન કરીને ઘરખર્ચ ચલાવવામાં મદદ કરતાં હતાં. તેમના પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર સભ્ય તેમનાં પતિ હતાં. જીવન સરળતાપૂર્વક તો નહીં પરંતુ ઠીકઠાક ચાલતું હતું. પછી ફેંફસાના ગંભીર ઇન્ફેક્શનથી બધું બદલાઈ ગયું હતું. અસીબાઈ હવે કામ કરી શકતીકે નહોતી. ઘરને તેમનો સાથસહકાર મળવાનો બંધ થઈ ગયો આ સમય માટે પરિવાર બિલકુલ તૈયાર નહોતો સારવારનો ખર્ચ તેમની પહોંચની બહુ બહાર લાગતો હતો.
કુટુંબીજનોએ આયુષ્માન ભારત યોજના વિષે સાંભળ્યું હતું પરંતુ તેનો લાભ ક્યારેય મેળવ્યો નહોતો કાગળિયાની કામગીરી, પ્રક્રિયા અને આ તમામ બાબતેથી અજાણ સેવાથી તેઓ એ લશ્કથી વચિત રહી ગયા હતા, જેના તેઓ હકદાર હતા. જ્યારે અંબુજા સાંધીપુરમમાં અદાણી ફાઉન્ડેશને મેરી સગિની મેરી માર્ગદર્શિકા પ્રોગ્રામના એક સ્વયંસેવકને અસીબાઈની સ્થિતિ વિશે જાણકારી મળી હતી. ત્યારે સ્થિતિ બદલાઈ હતી. તેમણે તરત કાર્યવાહી કરી હતી. થોડા સમયમાં અસીબાઈનું આયુાન કાર્ડ બની ગયું હતું અને તેમને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યાં હતાં.
ત્યાર બાદ તેમની સ્થિતિની જરૂરિયાત મુજબ સારવાર થઈ હતી. હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવી, દવાઓ અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી નિયમિત સમયાંતરે સલાહ મેળવવી-આ સંપૂર્ણ સારવારમાં સંપૂર્ણ સાજા થવા માટે કુલ રૂ. 46,000નો ખર્ચ થયો હતો. પરિવારજનોએ પોતાના મિસ્સામાંથી એક રૂપિયાનો ખર્ચ કર્યો નહોતો.
અસીભાઈ સાજા થઈ ગયા હતા. સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાની સારવાર માટે આર્થિક સંકટ માટે સજજ થઈ રહેલા તેમનો પરિવાર બે પ્રકારની સમસ્યાથી બચી ગયા હતા. એક. તેમનું આર્થિક સંકટ ટાળી ગયું હતું અને અસીબાઈ સાજા થઈ ગયા હતા. જાતમહેનતથી ગુજરાત ચલાવતા અને ઓછી બચત ધરાવતા પરિવાર માટે આ કોઈ નાનીમેટી વાત નહોતી. આ જ તેમના માટે સર્વસ્વ હતું.