હોર્મુઝ માર્ગે 60 દિવસ ટોલ માફ
copy image

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે, 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન આ વ્યૂહાત્મક માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ ટોલ લાગુ કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો આ સમયગાળામાં વ્યાપક શાંતિ સમજૂતી નહીં સધાય, તો અમેરિકા આ માર્ગની સુરક્ષાના બદલામાં ભવિષ્યમાં ટોલ વસૂલવાનો નિર્ણય લઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી ઈરાન દ્વારા જળમાર્ગ બંધ કરવાની ધમકી વચ્ચે વૈશ્વિક ઊર્જા બજારને મોટી રાહત મળી છે, જોકે સમજૂતી ન થવાની સ્થિતિમાં આગામી સમયમાં પડકારો યથાવત રહી શકે છે.