રેતીમાં ફસાયેલો ટ્રેલર કાઢવા જતાં યુવાન પર ટ્રેલર ફરી વળતાં મોત

copy image

copy image

copy image
copy image

મુંદરાના ઝરપરા સીમમાં ટ્રેલર રેતીમાં ફસાઇ જતાં અન્ય ડ્રાઇવર 23 વર્ષીય યુવાન મદદ અર્થે ટ્રેલર નીચે ટાયર આગળથી રેતી હટાવતો હતો ત્યારે ટ્રેલર તેના પર ફરી વળતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મુંદરા પોલીસ મથકે મૃતકના ભાઇએ નોંધાવેલ ફરિયાદ મુજબ બપોરના અરસામાં ઝરપરા સીમ પાસે જે.એમ.જે. કન્ટેનર યાર્ડ પાસે ટ્રેઇલર રેતીમાં ફસાઇ ગયો હતો. જેથી તેમનો ભાઇ મદદ અર્થે આ ટ્રેલરની નીચે ખાલી સાઇડમાં વચ્ચેના ટાયર આગળથી રેતી હટાવતો હતો ત્યારે જ ટ્રેલર ચાલકએ ટ્રેલર નીચે જોયા વગર બેદરકારીથી હંકારતા યુવાન પર ટ્રેલરના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવાનને પ્રથમ ધ્રબની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અદાણી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મોત થયું હતું. પોલીસે ફરિયાદના આધારે ટ્રેલરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.