વરસાણાની કંપનીમાં યુવાનનાં રહસ્યમય મોતથી ચકચાર

body

copy image

copy image

અંજારના વરસાણામાં 28વર્ષીય યુવાન ઈન્જેકશન મારેલ હાલતમાં મૃત મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ વરસાણાની ચૌધરી ટિમ્બરમાં બાથરૂમ બહાર આ બનાવ સામે આવ્યો હતો.યુવાન હાથમાં ઈન્જેક્શન મારેલ તથા ડાબા હાથમાં ઈજા તેમજ નાક, મોઢામાંથી લોહી નીકળતી હાલતમાં મળ્યો હતો. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનની લાશને જામનગર ખાતે મોકલી દેવાઈ હતી. ખરેખર આ યુવાનનું મોત કેવી રીતે થયું તે રહસ્ય છે. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.