ગામ નો સૂરજ – એક ખુદ્દાર સરપંચ ની અમર કહાની

સરપંચ વો નહીં જો સિર્ફ કુરસી પર બૈઠે,
સરપંચ વો હૈ જો ગામ કે દિલ મેં બસ જાયે.

વાદા તો હર કોઈ કર લેતા હૈ ગલિયોં મેં,
મર્દ વો હૈ જો વાદોં કો તકદીર બના દે…

અમારા ગામ ની લાલ ધૂળ માં હંમેશા બે પ્રકાર ના બીજ ઊગે છે.

પહેલું બીજ એવું છે જે ફક્ત ચૂંટણી ના પંદર દિવસ માં જ લીલું દેખાય છે. એ ગલી-ગલી માં હાથ જોડે છે, પગે પડે છે, મોટી-મોટી વાતો કરે છે. અને જેવું જીત નું સર્ટિફિકેટ હાથ માં આવે છે, એ માણસ ગાયબ. એ તાલુકા ના એસી માં બેસી જાય છે. એના ઘરે 24 કલાક પાણી આવે છે, અને એ જ ગામ ની અમારી માવડીઓ ઉનાળા ના બપોરે માથે બેડા ઘળા લઈ ને બે કિલોમીટર ચાલે છે. યાર, આ સરપંચ નથી, આ તો ગામ ના ભાગ્ય સાથે કરેલો દગો છે.

અને બીજું બીજ એવું છે, જેને વાવવું નથી પડતું, એ જાતે જ ઊગી નીકળે છે. એને કોઈ ને હાથ જોડવા નથી પડતા. ગામ ના ડોહા, જુવાનિયા અને બાળકો સામે થી એના આંગણે આવે છે અને કહે છે, “ભાઈ, તું ઊભો રહે. અમને તું જ જોઈએ છે.” આ બીજો માણસ ગામ નો બાપ બનવા નથી આવતો, એ ગામ નો દીકરો બની ને ગામ ની સેવા કરવા આવે છે અને એ જ અસલી સરપંચ છે.

સારો સરપંચ કોણ? એ જે પંચાયત માં બેસી ને ભાષણો નથી આપતો.

સારો સરપંચ એ છે જેની ઊંઘ ઊડી ગઈ હોય છે.

સવારે 5 વાગે જ્યારે મારી બેન નળે પાણી ભરવા જાય અને નળ માં પાણી ન આવે, તો એની ખબર સરપંચ ને તલાટી કહે એ પહેલા પડી જવી જોઈએ. શાળા માં માસ્તર મોડો આવે તો એની ખબર કાગળ માં આવે એ પહેલા સરપંચ ને પડવી જોઈએ. સરકાર ની યોજના નો કાગળ પંચાયત માં ધૂળ ખાય એ પહેલા એ ગરીબ ના ઝૂંપડા સુધી પહોંચી જવો જોઈએ.

એના માટે ગામ નું દર્દ એનું પોતાનું દર્દ છે. ખેડૂત ના ખેતર માં પાણી નથી તો એને પોતાના ઘર માં બેચેની થવી જોઈએ. ગામ નો રસ્તો તૂટેલો હોય અને કોઈ માજી પડી જાય તો એ ખાડા નો વાગવો એના પોતાના કાળજા માં વાગવો જોઈએ.

દુનિયા યાદ રાખો…

સરપંચ એ ગામ નો માલિક નથી, એ તો ગામ નો સૌથી પહેલો અને સૌથી પ્રામાણિક મજૂર છે!”

સાચા સરપંચ ની રાહ ફૂલો ની નથી હોતી, કાંટા ની છે. જે માણસ સાચું કરશે એનાથી ગામ ના 10 ખરાબ માણસો નારાજ થશે જ – જે દારૂ વેચે છે, જે ગરીબ ના પૈસા ખાય છે.

પણ ખુદ્દાર સરપંચ છાતી ઠોકી ને કહે છે…

“ભલે 10 ભ્રષ્ટ નારાજ થાય, મારી સાથે મારા ગામ ના 1000 ગરીબો ની દુઆ છે. એ જ મારી દોલત છે!”

ફરક સાફ છે ભાઈ. સ્વાર્થી સરપંચ 5 વર્ષ માં પોતાના માટે બંગલો બનાવે છે, અને સારો સરપંચ 5 વર્ષ માં ગામ માટે શાળા ને હોસ્પિટલ ને મહેલ જેવી બનાવી દે છે.

મારા વહાલા ગામ વાળાઓ, તમારા ગામ ને સ્વર્ગ બનાવવા માટે દારૂ નથી જોઈતો, નોટો ના બંડલ નથી જોઈતા. એક જ વસ્તુ જોઈએ છે – વિશ્વાસ.

એવો વિશ્વાસ કે “આ માણસ આપણો છે, આપણા માટે મરશે પણ આપણા હક ને કોઈ ને ખાવા નહીં દે.”

જે દિવસે તમને આવો સરપંચ મળી જશે ને, એ દિવસે તમારા ગામ ને સારૂં વિકાસ ના પાટે બનતા કોઈ રોકી નહીં શકે.

📢 તો આ વખતે વોટ કોઈ જ્ઞાતિ ને નહીં, પૈસા ને નહીં, પક્ષ ને નહીં… આ વખતે વોટ તમારા પોતાના દીકરા ના ભવિષ્ય ને અને તમારા ગામ ની આબરૂ ને આપજો!