લખપત ગુરૂદ્વારા સાહેબ ખાતે નિરંજના પંકજ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

શ્રીમતિ નિરંજના પંકજ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ -કચ્છ દ્વારા પવિત્ર અને ઐતિહાસિક સ્થળ લખપત મધ્યે લખપત ગુરૂદ્વારા સાહેબ ના પવિત્ર પરીસરમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર યૂનિવસિર્ટીના પૂર્વ કુલપતિ ડો. હિતેશભાઈ જાનીની પ્રેરણા હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કેશરીદેવસિંહ ઝાલા નેક નામદાર સ્ટેટ ઓફ વાકાનેર, રાજય સભાના સાંસદશ્રી, શ્રી પ્રધુમનસિંહ જાડેજા,અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી, ખાસ ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમના આયોજક અને ટ્રસ્ટના પ્રમુખ તથા રાપર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતા એ તમામ અતિથિઓ અને યોગસાધકોનું સ્વાગત કરવા સાથે જણાવ્યુ હતુ કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે યોગનો પ્રચાર-પ્રસાર અને યોગ દ્વારા અનેક નાગરિકોના આરોગ્યમાં તેમજ માનસિક સ્વાસ્થ્યમાં પરીવર્તન આવેલ છે. વશુધેવ કુટુંમ્બકમની પ્રબળ ભાવના દ્વારા વિશ્વ બંધુત્વનો ભાવ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતની મૈત્રી દ્વારા વિશ્વ સાથેના સંબધો મજબુત બન્યા છે.
રાજય સભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા એ આ અવસરે ભારતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વને આંતરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાવ્યા બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો. અને માનનીય વડાપ્રધાનશ્રી આ સરહદના આ વિસ્તારને કયારે પણ ભુલ્યા નથી, સરહદના રખોપા કરતા જવાનો સાથે હમેંશા તેઓ તહેવારો મનાવવા સાથે તેમની પડખે ઉભા હોય છે. તેમજ તેઓ અનેક કાર્યક્રમોમાં લખપતનો ગુરૂદ્વારાનો ઉલેખ કરી ગુરૂ દ્વારા પ્રત્યેની પોતાની શ્રધ્ધા અને ભાવ દર્શાવે છે. તેમની કચ્છ પ્રત્યે ની વિશેષ લાગણી રહી છે, કચ્છ ના વિકાસ હમેશા તત્પર રહેતા હોય છે.
આ પ્રસંગમાં પ્રેરક ઉદબોધન આપતા ધારાસભ્યશ્રી દ્વારા આ વિસ્તારના વિકાસ સાથે યોગને જીવનમાં ઉતારવાની સમજણ આપી હતી.
આ ભવ્ય ઉજવણીમાં સંધના આગેવાન શ્રી હિંમતસિંહજી વસણ, શ્રી ખાનજી જાડેજા, શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા, શ્રી વિક્રમસિંહ સોઢા, શ્રી રાજુભાઈ સરદાર, હર્ષદભાઈ ઠકકર, તાલુકા ભાજપના મહામંત્રીશ્રી જેતમાલજી જાડેજા, શ્રી ગણપતભાઈ રાવલ, શ્રી ચંન્દ્રદાન ગઢવી, લખપતના ઉપ સંરપંચ બાદલભાઈ ઠકકર, યુવા મોરચાના પ્રમુખશ્રી મયુરસિંહ જાડેજા, દેવુભા સોઢા, ભવાનભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાશ્રી જે.ડી. મહેશ્વરી બી.એસ.એફના અધિકારી ઈન્સ્પેકટર દાસ સાહેબ,સહિતના આગેવાનો એ હાજરી આપી હતી.
યોગ દિવસના આ પ્રસંગે લખપત ગુરૂદ્વારા ના હેડ ગ્રંથી જ્ઞાનિ શ્રી ફતેહસિંહજી, જ્ઞાનિ બલદેવસિંહ એ આર્શીવચન પાઠવેલ. સરહદના સંત્રી એવા બી.એસ.એફ ના જવાનો, કે.જી.બી.વી દયાપર ની બાળાઓ તથા શિક્ષકગણ, લખપત પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ તથા ગ્રામ જનો બહોળી સંખ્યા માં જોડાઈ યોગાભ્યાસ કર્યો હતો. શ્રી હિતેશભાઈ ચૌધરી દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી નરેશભાઈ મહેશ્વરી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યુ હતુ..
સમગ્ર કાર્યક્રમ દેશભકિત, ધર્મભકિત અને સ્વાસ્થ્યના સુંદર ત્રિવેણી સંગમ સાથે સંપન્ન થયો હતો. અને ઉપસ્થિત સૌએ નિયમિત યોગ કરવાનો સંકલ્પ લીધો હતો.