ગાંધીધામથી ગાંજો લઇને ભુજમાં વેચાણ કરતા ઇસમને પોલીસે પકડી પાડયો

copy image

copy image

 ગાંધીધામથી ગાંજો લઇને ભુજમાં વેચાણ કરતા ઇસમને પોલીસે પકડી પાડયો હતો. સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ ગત રાતે ભુજની બી-ડિવિઝન પોલીસને બાતમી મળતા તપાસ દરમ્યાન ઈસમ હાલે પોતાના બાઇકથી તેના કબજામાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ માટે જથ્થાબંધ માર્કેટના ગેટની આસપાસ હેરાફેરી કરતો હતો. તે દરમ્યાન પોલીસે રેડ પાડી હતી. જરૂરી કાર્યવાહી અને પંચોને સાથે રાખી ઇસમને પકડી તેની તલાશી લેતાં તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 80 ગ્રામ કિં. રૂા. 4000 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000 અને રોકડા રૂા. 850 તથા બાઇક કિં. રૂા. 50,000 એમ કુલે રૂા. 59,850ના મુદ્દામાલ જડપ્યો હતો. પૂછતાછ કરતાં આરોપી એ કહ્યું હતું કે ત્રણેક દિવસ પહેલાં ગાંધીધામના ગળપાદર રોડ પરથી એક ઈસમ પાસેથી લઇ આવીને અહીં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.