નખત્રાણાના મુરૂ ગામેથી દુઃખદ અવસાન, 28 વર્ષીય યુવાનની આખરી વિદાય

નખત્રાણા તાલુકાના મુરૂ ગામેથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગામના નોતિયાર અલ્તાફ અલીમામદનું 28 વર્ષની નાની ઉંમરે આજે તા. 26-06-2026, શુક્રવારના રોજ અવસાન થયું છે.

મર્હુમ અલ્તાફભાઈ ઈબ્રાહીમ અને ઈસા ના ભાઈ થાય. જુમ્મા વલીમામદ દયાપરના જમાઈ તેમજ હાસમ નોતિયાર અને ખાન નોતિયારના મામાઈ ભાઈ થતા હતા. આમદભાઈ અને રમજાન ભાઈ ના કાકાઈ ભાઈ હતા.

યુવાન વયે અલ્તાફ ભાઈની વિદાયથી સમગ્ર નોતિયાર પરિવાર અને મુરૂ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મર્હુમનો જનાજો આજે મોડી રાત્રે 2:00 વાગે તેમના નિવાસસ્થાન મુરૂથી રૂખસત કરવામાં આવશે.

અલ્લાહ મર્હુમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ અતા કરે અને પરિવારજનોને સબ્રે જમીલ આપે. આમીન.