સામખિયાળી-આડેસર પાસે હોટેલ ચલાવતા સંચાલક પાસેથી રૂા. 72,175નો માદક પદાર્થ જપ્ત કરાયો
copy image

સામખિયાળી-આડેસર ધોરીમાર્ગ પાસે હાઇ-વે હોટેલ ચલાવતા સંચાલકની પોલીસે ધરપકડ કરતા તેની પાસેથી રૂા. 72,175નો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. સુત્રો માથી પ્રાપ્ત થતી માહીતી મુજબ સામખિયાળીથી આડેસર તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 નજીક આવેલી જીંદ જુલાના રોહતક હરિયાણા હોટેલમાં માદક પદાર્થ વેચાતો હોવાની પૂર્વ-સચોટ બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. તે દરમ્યાન હોટેલમાં હાજર સંચાલકને સાથે રાખી હોટેલની તપાસ કરતા એક થેલામાંથી બે ઝબલાં મળી આવ્યાં હતાં, જે પૈકી એકમાં પોષડેડાની ભૂકી તથા બીજામાં ગાંજો હોવાનું આ ઇસમે જણાવ્યું હતું. આ હોટેલમાંથી 365 ગ્રામ પોષડેડાની ભૂકી તથા 1.235 કિલો ગાંજો અને ગોગો પેપર એમ કુલ રૂા. 72,175નો માદક પદાર્થ જપ્ત કરવામા આવ્યો હતો. પોલિસે ફરીયાદ નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.