માળિયામાં એન્ગલ ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી લેવાયા

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે ડી ઝાલા, એમ એન બાલાસરા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા, રમેશભાઈ રાઠોડ અને જયેશભાઈ ડાંગર સહિતની ટીમ માળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એન્ગલની ચોરીના આરોપી અંગે બાતમી મળતા કાજરડા ગામની સીમમાંથી આરોપી અજરૂદિન બિલાલ કાજેડીયા અને અસગર રમજાન મોવર રહે બંને કાજરડા તા માળિયા વાળાને ઝડપી લઈને ચોરીમાં ગયેલ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ટાવરની એન્ગલો નંગ ૬૪ કીમત રૂ ૧૨,૮૦૦ નો મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *