ભૂકંપથી ફરી ધ્રુજી ઉઠ્યું જાપાન, 6.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો
જાપાનની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મુજબ જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જોકે સદનસીબે આ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
હવામાન એજન્સીઓના જણાવ્યા મુજબ ભૂકંપનો આ આંચકો નોંધપાત્ર તીવ્રતાનો હતો. જેના કારણે લોકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે હાલ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
તંત્ર દ્વારા તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ભૂકંપ બાદ આફ્ટરશોક્સ આવવાની શક્યતા રહેતી હોય છે. આગામી એક સપ્તાહ સુધી નાના મોટા આંચકા આવી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
જાપાન ભૂકંપની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે. અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલ સુનામીનો કોઈ ખતરો નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિ સામાન્ય છે.
અધિકારીઓ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા અપીલ કરવામાં આવી છે. બચાવ અને રાહત ટુકડીઓને સતર્ક રાખવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.