પશ્ચિમ એશિયામાં સ્થપાયેલી શાંતિ ઉપર ગમેત્યારે પાણી ફરી વળે તેવી સ્થિતિ ફરી સર્જાઈ

copy image

copy image

પશ્ચિમ એશિયામાં સ્થપાયેલી શાંતિ ઉપર ગમેત્યારે પાણી ફરી વળે તેવી સ્થિતિ ફરી સર્જાઈ છે. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ અમેરિકાએ શાંતિ સમજૂતી પછી ફરી એકવાર ઈરાનની મિસાઈલ, ડ્રોન અને રડાર સુવિધાઓ ઉપર હવાઈ હુમલો કર્યો હતો અને જવાબીમાં ઈરાને પણ ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાને લીધા હતાં.  દરમિયાન ઈઝરાયલ અને લેબનોન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીને હિઝબુલ્લાનાં વડા નઈમ કાસીમે ફગાવી દેતા કહ્યું હતું કે, આ સમજૂતી અમેરિકા અને ઈરાનનાં સમજૂતી કરાર સમાન હોવી જરૂરી છે. હોર્મુઝ જળમાર્ગમાં કેટલાક જહાજોને નિશાન બનાવવામાં આવ્યાનાં અહેવાલો પછી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર ભાંગવાની આરે પહોંચી ગયો હતો. અમેરિકાએ ઈરાનને યુદ્ધવિરામનો ભંગ કરવા સામે ચેતવણી આપતાં હવાઈ હુમલો કરતાં ઈરાન તરફથી અમેરિકાનાં હિતોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, યુદ્ધવિરામનો ભંગ અમેરિકા માટે પીછેહઠ અને પસ્તાવાનું કારણ બનશે. તે દરમ્યાન, બહેરિને શનિવારે આરોપ મૂક્યો હતો કે, ઈરાને તેનાં ક્ષેત્રમાં અનેક ડ્રોનથી હુમલા કર્યા છે. જેનાથી શાંતિ જાળવી રાખવાનાં પ્રયાસોને નુકસાન થયું છે. અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરતાં મધ્ય-પૂર્વમાં ફરી યુદ્ધ સર્જાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા શિપ પર ઈરાની હુમલા સામે ટ્રમ્પ બગડ્યા હતા. તે દરમ્યાન અમેરિકાએ શુક્રવારે જ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સાઈટ્સને નિશાને લઈ હુમલા કર્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ પહેલીવાર અમેરિકાએ ઇરાન પર સીધો હુમલો કર્યો છે. આ હુમલો ત્યારે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે વાશિંગ્ટન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. પત્રકારોના સવાલ છે કે અમેરિકા ક્યારે જવાબી કાર્યવાહી કરશે? તેના પર ટ્રમ્પે કહ્યું કે તમને જલદી જ ખબર પડી જશે. ઈરાન પર હુમલા બાદ જ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી હતી કે અમેરિકાના સૈન્યએ ઇરાનની અંદર ઘૂસીને હુમલા કર્યા છે. અમે ઈરાનના મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને કોસ્ટલ રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા છે.