કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનુંઆયોજન

કૃષિ મહાવિદ્યાલય, (ભુજ) ભચાઉ દ્વારા આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોના દુરૂપયોગ અને
ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીધામના માન. ધારાસભ્ય શ્રીમતી માલતીબેન માહેશ્વરી
ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. ભવ્યરાજસિંહ વાઘેલાએ પ્રારંભિક ઉદ્બોધન આપીને નશામુક્તિ
અંગે જાગૃતિ ફેલાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ ડૉ. યોગેશ રાઠવાએ આ
દિવસની ઉજવણીના હેતુ તેમજ આયોજિત જાગૃતિ રેલી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે
યુવાનો અને સમાજના તમામ વર્ગોને નશા જેવી કુપ્રવૃત્તિઓથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત
સમાજના નિર્માણ માટે સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
મુખ્ય મહેમાન શ્રીમતી માલતીબેન માહેશ્વરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે
નશાનું વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે ગંભીર પડકારરૂપ છે. તેમણે ભારપૂર્વક
જણાવ્યું કે જો દરેક વ્યક્તિ નશામુક્તિ માટે સંકલ્પબદ્ધ બનીને પોતપોતાના સ્તરે પ્રયાસ કરશે,
તો “નશામુક્ત ભારત” અને “વિકસિત ભારત”નું સ્વપ્ન સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન
આપી શકાશે.
કાર્યક્રમના અંતે વિભાગીય સંશોધન કેન્દ્રના સહ સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. આર.
એમ. જાડેજા તથા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન માહેશ્વરીએ જાગૃતિ રેલીને લીલી ઝંડી
બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ
નશામુક્તિ અંગેના સૂત્રોચ્ચારો અને સંદેશાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા સમાજમાં માદક દ્રવ્યોના દુરૂપયોગ વિરુદ્ધ જાગૃતિ લાવવા તેમજ
નશામુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણ માટેનો સંદેશ વ્યાપક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.