કચ્છમાં ખનીજ ચોરી માટે નવી મોડ્સ ઓપરેન્ડી

કચ્છમાં વિવિધ સરકારી વિભાગોમાં તળાવ ખાણેતરા માટેની મંજુરી લઇ કિંમતી ખનીજ ઉસેડવામાં આવી રહ્યો છે
કચ્છમાં તળાવ ખાણેતરા આડમાં થતી ખનીજ ચોરી અંગે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાનું મોટું નિવેદન
કચ્છમાં ખનીજ વિભાગની જાણ બહાર જ અન્ય વિભાગ દ્વારા તળાવ ખોદકામ માટે મંજૂરી આપી દેવાય છે
ગત વર્ષે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગએ તળાવ ખાણેતરાની આડમાં થતી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી
કચ્છમાં સિંચાઈ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બાદ મત્સ્ય વિભાગમાં તળાવ મંજૂરી અંગે તપાસ થાય તો મસમોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર નીકળે તેવી શક્યતા
જો ખુદ ખાણ ખનીજ અધિકારી કહેતા હોય કે તળાવ ખાણેતરા અંગે મંજૂરી લેવાતી નથી તો તળાવ ખોદકામની મંજૂરી આપતી પ્રક્રિયા ખરેખર કેટલી પારદર્શિતા છે?
તળાવ ખાણેતરા આડમાં ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન, પરિવહન અને વેચાણનુ મસમોટું કૌભાંડ
તળાવ મંજૂરી, સ્થળ તપાસ, ખોદકામની પરવાનગી અને નીકળેલા ખનીજના હિસાબની ચકાસણી જરૂરી
તળાવ ખોદકામના નામે માટી અને ખનીજના ગેરકાયદેસર ઉપયોગની તપાસ થાય તો મંજૂરી આપનાર વિભાગોની કામગીરી પણ સવાલોના ઘેરામાં
ખનિજ ચોરી કૌભાંડ સંકળાયેલ અધિકારીઓની મીલીભગત અંગે યોગ્ય તપાસ થવી ખુબ જરૂરી
જો ખુદ અધિકારી કહી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન થાય છે તો જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે?
કચ્છમાં ચાલતા મસમોટા ખનીજ કૌભાંડ સામે કેમ કચ્છ વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે