જાપાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાથી ડર્યું ચીન : 20 કંપની ઉપર પ્રતિબંધ

 ચીનના વાણિજ્ય મંત્રાલયે જાપાનની 20 સંસ્થાઓ ઉપર આકરા નિકાસ પ્રતિબંધો લાગુ કર્યા છે. મળતી માહિતી મુજબ ચીની મંત્રાલયે આ નિર્ણય પાછળનો હેતુ જાપાનના સૈન્યીકરણ અને પરમાણુ મહત્વાકાંક્ષાને રોકવાનો બતાવ્યો છે. ચીને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી બન્ને દેશ વચ્ચે સામાન્ય આર્થિક અને વ્યાપારિક આદાનપ્રદાન ઉપર કોઈ અસર પડશે નહી. કાર્યવાહી હેઠળ ચીની નિકાસકારો અને વિદેશી સંગઠનો ઉપર જાપાની સંસ્થાઓને ચીનમાંથી બનતી અલગ અલગ પ્રકારનો ઉપયોગ નથી વસ્તુઓના નિકાસ કરવાથી પ્રતિબંધિત મુક્યો છે.