`ટીમ મોદી’ના નવા ચેહરા પર અટકળો

કેન્દ્રીય કેબિનેટમાં આગામી એક બે દિવસમાં ફેરબદલનું એલાન થવાની અટકળો શરૂ થઈ છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી આ મામલે તારીખને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. માનવામાં આવે છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા બાદ મંત્રી પરિષદમાં ફેરફાર થઈ શકે છે. આ દરમિયાન સૌથી વધારે ચર્ચા શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નામની છે. જો કે હજી સુધી સાફ થઈ શકયું નથી કે એનડીએ તરફથી શું નિર્ણય આવશે. ખાસ વાત એવી પણ થઈ રહી છે કે કેબિનેટ ફેરબદલમાં હાલમાં જ પક્ષોમાંથી થયેલી તૂટ બાદ એનડીએને સમર્થન આપનારા નેતાઓને પણ જગ્યા આપવામાં આવી શકે છે. થોડા સમય પહેલા જ ટીએમસી, શિવસેના (ઉદ્ધવ) અને આપના સાંસદોએ એનડીએને સમર્થન આપ્યું હતું. હવે મંત્રીમંડળમાં ફેરફાર પીએમના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાને રાખીને થઈ શકે છે. પીએમ મોદી છ થી 11 જુલાઈ ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જવાના છે. જ્યારે જાપાનના પીએમ એકથી ત્રણ જુલાઈ ભારત પ્રવાસે છે. આ ઉપરાંત સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી શરૂ થવાનું છે. જે ઓગસ્ટ સુધી ચાલશે.