ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત 55.10લાખનો મુદ્દામાલ ઝડપાયો

પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ. ૧૫,૪૦,૨૮૪/- સહિત કુલ્લે ૩.૫૫,૧૦,૨૮૪/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશીદારૂની ગેરકાયદેસર હેરફેર, સંગ્રહ તથા વેચાણની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની પોલીસ ટીમ દ્વારા મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી મળેલ બાતમી મુજબ દેવરાજ ગોપાલ ગઢવી તથા તેના સાગરીતો ગુજરાત રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ટ્રક નંબર GJ-12-AT-6580 માં ભરી લાવી પ્રતાપપર ગામની પૂર્વ બાજુની સીમ વિસ્તારમાં ઉતારી અલગ-અલગ વાહનોમાં કટીંગ કરી વહેંચણી કરી રહ્યા હોવાની હકીકત મળેલ.
આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂનો મોટો જથ્થો, વિવિધ વાહનો તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ. જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબ્જે કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૦૨૩/૨૦૨૬ ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.
♦️ આરોપીઓ :
દેવરાજ ગોપાલ ગઢવી રહે. માંડવી-કચ્છ.
ટાટા કંપનીની ટ્રક રજી.નં. GJ-12-AT-6580 વાળાનો માલિક/ચાલક.
ટાટા કંપનીનું આઇસર-૧૧૦૯ રજી.નં. GJ-11-VV-5008 વાળાનો માલિક/ચાલક.
મારૂતી સુઝુકી કંપનીની અર્ટીકા કાર રજી.નં. GJ-12-BR-7787 માલિક/ચાલક.
હુન્ડાઇ કંપનીની ક્રેટા કાર રજી.નં. GJ-12-DS-6242 માલિક/ચાલક.
મોટર સાઇકલ રજી.નં. GJ-12-HE-3453 માલિક/ચાલક તથા તપાસમાં નિકળે તે.
♦️ કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કિં.રૂ.૫૫,૧૦,૨૮૪/-)
ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૫૭૭૨ તથા અલગ-અલગ કંપનીના બિયર ટીન નંગ-૧૫૮૪ જે તમામની કિં.રૂ. ૧૫,૪૦,૨૮૪/-
ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા લોડિંગ વાહનો, ફોરવ્હીલર તથા મોટર સાઇકલ એમ કુલ વાહન નંગ-૦૫ જે તમામની કિં.રૂ. ૩૯,૫૦,000/-
મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ. ૨૦,૦૦૦/-
PI એ.એમ. મકવાણા સાહેબ તથા PSI એમ.એચ. શીણોલ સાહેબ, ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ, Aડા અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા PHC મુળરાજભાઈ ગઢવી, PHC લીલાભાઈ દેસાઈ, PHC રાજદીપસિંહ ગોહિલ, PHC રાજેશભાઈ ગઢવી, PC સમજીભાઈ રબારી, PC મહેશભાઈ ચૌહાણ તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળ કા મગીરી કરવામાં આવી.