અમેરિકા-ચીન સામે AIની રેસમાં સામેલ થશે દક્ષિણ કોરિયા, એઆઈ ચિપ માટે 576 અબજ ડોલરનું રોકાણ કરશે
copy image

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (ai) સેક્ટરમાં દેશને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ કોરિયાએ અત્યાર સુધીની સૌથી મોટી યોજનાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે જણાવ્યું હતું કે, એઆઈ અને સેમિકન્ડક્ટર ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશમાં ૫૭૬ અબજ ડોલર એટલે કે, આશરે રૂપિયા ૪૯ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ મુખ્ય ભૂમિકા ભજવશે. આ યોજના હેઠળ આગામી વર્ષોમાં સેમસંગ અને એસકે હાયનિક્સ મળીને તેમના સપ્લાયરો સાથે લગભગ ૮૦૦ ટ્રિલિયન વોન એટલે કે, અંદાજે ૫૧૮ અબજ ડોલરનું રોકાણ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચાર નવા એડવાન્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (ફેબ) સ્થાપશે. રાષ્ટ્રપતિ લીએ કહ્યું કે વિશ્વમાં એઆઈની રેસમાં આગળ રહેવા માટે સેમિકન્ડક્ટર, ફિઝિકલ એઆઈ અને એઆઈ ડેટા સેન્ટર દેશના ભવિષ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ બનશે. સરકારે ૨૦૩૦ સુધી દેશમાં ઘઇછસ્ મેમરી ચિપનું ઉત્પાદન બમણું કરવાનો ટારગેટ નક્કી કર્યો છે. આ સાથે જ એઆઈ સર્વર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયેલી હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપના રિસર્ચ અને પ્રોડ્ક્શનને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.યોજનાનો ત્રીજો મહત્વપૂર્ણ ભાગ દેશભરમાં વિશાળ એઆઈ ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરવાનો છે.