ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી સોનુ સસ્તુ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતો ઇસમ ઝડપ્યો

ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં માર્કેટ રેટ કરતા ૧૫% સસ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વીડીઓ બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય. પશ્ચિમ કચ્છ-ભજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા એક ઇસમ મળી આવેલ અને તેના કબ્જામાં રહેલ મોબાઇલ ફોન ચેક કરતા ફેસબુકમા જોતા “Niraz Soni” નામની આઇ.ડી. હોય જેમા સોનાના બિસ્કિટના ફોટા તથા વીડીઓ મુકેલ હોય અને તેમા માર્કેટ રેટ કરતા ૧૫% સસ્તુ આપવાની જાહેરાતો મુકેલ હોય જે બાબતે યુક્તીપ્રયુક્તીથી પુછપરછ કરતા સદર ઇસમે જણાવેલ કે ખોટી/બનાવટી ફેસબુક આઇ.ડી. બનાવી તે આઇ.ડી. સસ્તા સોનાના બિસ્કીટ આપવાની જાહેરાત બનાવી તે જાહેરાત સમયે સમયે ફેસબુક ઉપર અપલોડ કરી તેમા લોકો સાથે આ લોભામણી જાહેરાત થી સંપર્ક કેળવી તેમને વિશ્વાસમાં લઇ તેમના સાથે વાતચીત કરી તેમના સંપર્ક નંબર લઈ વોટસએપ માં ચેટ કરી લોકોને વિશ્વાસમાં લઇ સસ્તુ સોનું આપવાના લાલચે લોકો પાસેથી પૈસા મેળવી અને પૈસા નહી આપવાના ઇરાદે આવી આઇ.ડી. બનાવાની હકીકત જણાવેલ.
પકડાયેલ આરોપીઓ :
મહમ્મદસાહીબ હબીબ પઠાણ ઉ.વ.૧૮ વર્ષ ૧૧ મહીના રહે. સંજોગનગર અલહુદા મસ્જીદ સામે ભુજ
: ભુજ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૬૮૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે.
PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા UHC રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા નવીનકુમાર જોષીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.