“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB

નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે નખત્રાણા તાલુકાના નાગલપર ગામની સીમમા આવેલ તલાવડીની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમા રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા-રમાડતા હોવાની હકીકત જાણવા મળતા પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન છ ઇસમો ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા-રમાડતા ઝડપાઈ આવ્યા હતા તથા બે ઇસમો નાસી ગયેલ હતા. આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૭૩૯/૨૦૨૬, જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિં.રૂ.-૧,૮૬,૧૨૦/-)

  • રોકડ રૂપિયા-૧૫.૧૨૦/-

મોબાઈલ ફોન નંગ-૦૬ કિં.રૂ.૨૬,૦00/-

-> ટુ વ્હીલર નંગ-૦૭ કિં.રૂ.૧,૪૫,૦૦૦/-

  • ગંજીપાના નંગ-૫૨ કિં.રૂ.૦૦.૦૦/-
  • પકડાયેલ આરોપીઓ :
  • લક્ષ્મણ કાનજી વાઘેલા ઉ.વ.૬૦ રહે.નવાનગર નખત્રાણા તા.નખત્રાણા
  • ધર્મેશ લક્ષ્મણગીરી ગૌસ્વામી ઉ.વ.૪૦ રહે.શિવશક્તિ સોસા. નખત્રાણા તા. નખત્રાણા
  • જીજ્ઞેશ દિનેશભાઇ ઠક્કર ઉ.વ.૫૨ રહે. મણીનગર નખત્રાણા તા.નખત્રાણા
  • હારૂન જુમા કુંભાર ઉ.વ.૫૫ રહે.-સુરલભીટ નખત્રાણા તા.નખત્રાણા
  • રમજુ ઉંમર આરબ ઉ.વ.૫૦ રહે.-નવાનગર નખત્રાણા તા.નખત્રાણા

કરીમ આદમ કુંભાર ઉ.વ.૩૯ રહે.-સુરલભીટ નખત્રાણા તા.નખત્રાણા

પકડવાના બાકી આરોપીઓ :

  • સાજન ભચુ યાકી રહે.-મફતનગર નખત્રાણા
  • સુલેમાન ઉર્ફે કારો કુંભાર રહે.-નવાનગર નખત્રાણા તા. નખત્રાણા
  • PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા ASI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, UHC મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.