અમેરિકાના પ્રચંડ હુમલાથી ધ્રૂજ્યું ઈરાન: રેલવે બ્રિજ ઉડાવ્યો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની શાંતિ સમજૂતી સમાપ્ત કર્યાના ગણતરીના કલાકોમાં જ અમેરિકન સેનાએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ આ ભીષણ હવાઈ હુમલામાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ચાબહાર અને બંદર અબ્બાસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને નિશાન બનાવાયા છે, જેમાં ૨ સ્થાનિક માછીમારોના મોત થયા છે.હુમલાના કારણે ચાબહારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે અને રેલવે બ્રિજને પણ ઉડાવી દેવાયો છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર જૂની તસવીર શેર કરી ઈરાનને ખુલ્લી ધમકી આપી છે કે આંતરરાષ્ટ્રીય જહાજો પરના હુમલાનો આ જડબાતોડ જવાબ છે.