મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સન્માન

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ દરમિયાન તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં બંને દેશોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનું વધુ એક પ્રતીક બન્યો હતો.ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ હતી. આ દરમિયાન એન્થની અલ્બાનીઝે PM મોદી સાથે સેલ્ફી લીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને નેતાઓ વચ્ચે આત્મીય વાતચીત અને મિત્રતાભર્યો અંદાજ જોવા મળ્યો, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.