સરકારી જમીન પર કરેલ ધાર્મિક તેમજ કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં ગેરકાયદેસર દબાણ કરનાર વિરૂધ્ધમા કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરવા સુચના આપેલ.
જે સુચના અન્વયે જીલ્લાના અલગ અલગ પોસ્ટે. વિસ્તારમા વહિવટી તંત્રની સાથે રહી પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા સરકારી પડતર જમીન પર કરેલ ધાર્મિક તેમજ કોમર્શિયલ દબાણો-૧૯ કુલ ક્ષેત્રફળ ૧,૫૧,૦૫૨ ચો.મી. ના કિં.રૂ.૧,૪૬,૪૯,૭૦૨/-ના ગેરકાયદેસર દબાણ દુર કરેલ છે.
- કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-
આ સફળ કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી તથા કર્મચારીઓ જોડાયેલ હતા.