વરસામેડીમાં અડધા લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

અંજારના વરસામેડીની બાગેશ્રી-બે સોસાયટીમાં કારમાં દારૂ રાખીને બેઠેલા બે શખ્સોને પોલીસે ઝડપી રૂા. 49,823નો દારૂ જપ્ત કર્યો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ વરસામેડી બાગેશ્રી ટાઉનશિપ-પાંચમાં રહેનાર શખ્સ બાગેશ્રી નગર-બેનમાં પ્લોટ નબર 161 પાસે કારમાં દારૂ ભરીને બેઠો હુવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પડી બ્રિઝા કારમાંથી બે આરોપીને પકડી કારમાંથી બ્લેન્ડર પ્રાઇડની 750 મી.લી.ની 21 , રોયલ સ્ટગની 23, ઇમ્પિરિયલ બ્લૂની 19 એમ કુલ 63 બોટલ કિંમત રૂા. 49,823નો શરાબ હસ્તગત કરવામાં આવ્યસો હતો. આ બંને પાસે દારૂ ક્યાંથી આવ્યો તે બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.