મુન્દ્રા શહેર વિસ્તારના પોર્ટ રોડ પર આવેલ ત્રિવેણી એકાર્ડ પાસેથી માદક પદાર્થ હેરોઈન ૧૦.૫ ગ્રામ, કી.રૂ ૨,૧૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ૧૦.૫ ગ્રામ કિ.રૂ.૨,૧૦,૦૦0/-
(૨) મોબાઈલ નંગ- ૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૩) રોકડા કિ.રૂ.-૧૦૫૦-
(૪) ડિજીટલ વજન કાંટો નંગ-૦૧ કિ.રૂ.૨૦૦/-
એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૨,૧૬,૨૫૦ /-
પકડાયેલ ઇસમના નામ-સરનામા
(૧) સતનામસિંધ સ/ઓ જસપાલસિંધ, ઉવ.૨૮, રહે. મૂળગામ, કોટકપુરા પોસ્ટ કોતકપુરા મોગા રોડ
મંદીરની બાજુમાં જી.ફરીદકોટ રાજ્ય પંજાબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.ડી.પારમાર, પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ટી.બી.રબારી તથા એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, તથા પો.હેડ.કોન્સ ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી તથા પો.કોન્સ દિનેશભાઈ ચૌધરીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.