વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કચ્છી ભાષા માં કચ્છવાસીઓ ને આપી અષાઢી બીજ ની શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છવાસીઓ ને હૃદય થી શુભેચ્છાઓ પાઠવી છે.

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોદી એ કચ્છી ભાષા માં સંદેશ મોકલી ને કચ્છ ના લોકો નું દિલ જીતી લીધું. અષાઢી બીજ ના પાવન અવસરે તેમણે કચ્છવાસીઓ ના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી.

વડાપ્રધાન એ પોતાના સંદેશ માં કહ્યું કે કચ્છ ની ધરતી, કચ્છ ના લોકો અને કચ્છ ની સંસ્કૃતિ દેશ માટે ગૌરવ ની વાત છે. કચ્છી ભાષા માં આપેલી શુભેચ્છાઓ થી કચ્છવાસીઓ માં ખુશી ની લહેર જોવા મળી છે.

અષાઢી બીજ એ કચ્છ નું નવું વર્ષ છે. આ દિવસે કચ્છી સમાજ ઘરે ઘરે ઉજવણી કરે છે અને એકબીજા ને નવા વર્ષ ની શુભકામનાઓ આપે છે. વડાપ્રધાન ના આ સંદેશ થી કચ્છવાસીઓ માં ઉત્સાહ બેવડાઈ ગયો છે.

કચ્છ ની જનતા એ પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નો આભાર માન્યો અને જણાવ્યું કે આ પ્રેમ અને અપનાપો જ કચ્છ ને દેશ સાથે જોડી રાખે છે.