ભુજના આજાદચોક માં જાણે ગંદકીએ માજા મુકીછે અને નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે આ વિસ્તારના નાગરિકોએ વારંવાર પાલિકાને જાણ કરવામાં આવી છે તેમ છતાં જાણે પાલિકા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાય અને રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે આજાદચોકમાં જે જગ્યાએ ગટરનું ગુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે તે જગ્યાએ મસ્જિદ અને સ્કુલ પણ આવેલ છે જેના કારણે મસ્જિદમાં નમાઝ પડવા જતાં નમાજીઓ અને શાળાએ જતાં ભુલાકાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે ઉપરાંત આ વિસ્તારના રહેવાસીઓ પણ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે મોટા મોટા બણગાં ફૂંકીને પાલિકાએ વેબસાઈટ શરૂ કરીને નગર પાલિકા આપના દ્વારે જેવા સૂત્રો પોકારે છે પરંતુ રૂબરૂ જઈને તંત્રનું ધ્યાન દોરવા છતાં પણ આ વહેતી ગટરના ગંદા પાણીનું નિકાલ કરવાની તસ્દી લીધી નથી આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે અને વરસાદી વાતાવરણને કારણે તડકો પણ નીકળતો ન હોવાને કારણે રોગચાળો ફેલાવવાનો ભય આ વિસ્તારના નાગરિકોને સતાવી રહ્યો છે ત્યારે ચાર ચાર દિવસથી આ ગંદકીમાં ગરકાવ થઈ ગયેલા નાગરિકોને પાલિકાએ તેની સેવાઓ સુધારીને તાત્કાલિક ધોરણે આ ગટરના પાણી બંધ થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ ઉઠવા પામીછે