સામાખિયાળી – ગાંધીધામ સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી પરિવર્તન
copy image

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સામાખ્યાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ક્વાડ્રપ્લીંગ (Quadrupling) અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટના કમિશનિંગ સંદર્ભે નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કામને લીધે, કેટલીક ટ્રેનોના ટર્મિનલમાં હગામી ધોરણે પરિવર્તન કરવામાં આવ્યું છે. વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નં. 22483 ભગત કી કોઠી-ગાંધીધામ એક્સપ્રેસ 28 જુલાઈ 2026 થી 3 ઓગસ્ટ 2026 સુધી ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ભીલડી-ગાંધીધામ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નં. 22484 ગાંધીધામ – ભગત કી કોઠી એક્સપ્રેસ 29 જુલાઈ 2026 થી 4 ઓગસ્ટ 2026 સુધી ભીલડી સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને ગાંધીધામ – ભીલડી વચ્ચે રદ રહેશે.
- ટ્રેન નં. 19404 દિલ્હી-ભુજ એક્સપ્રેસ 24 જુલાઈ 2026 થી 02 ઓગસ્ટ 2026 સુધી ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ભીલડી-ભુજ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 19403 ભુજ-દિલ્હી એક્સપ્રેસ 26 જુલાઈ 2026 થી 4 ઓગસ્ટ 2026 સુધી ભીલડી સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને ભુજ-ભીલડી વચ્ચે રદ રહેશે.
- ટ્રેન નં. 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ 29 જુલાઈ 2026 અને 01 ઓગસ્ટ 2026 ના રોજ ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ભીલડી-ભુજ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નં. 20983 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 31 જુલાઈ 2026 અને 04 ઓગસ્ટ 2026 ના રોજ ભીલડી સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ થશે અને ભુજ – ભીલડી વચ્ચે રદ રહેશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અદ્યતન માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.