ભુજ મધ્યે યોજાયેલ ખેડૂતો સાથે પરિસંવાદ સભામાં ખેડૂતોને સાંભળ્યા  વગર જ પાર્ટીની મીટીંગ હોય એમ વીજ પોલ વળતર પ્રક્રિયા ને મનગણત રીતે પૂર્ણ કરવામાં આવી. 

   રાપર તાલુકાના ખેડૂતો ની કોંગ્રેસ કાર્યલય ખાતે આવેલ રજુઆતમાં જગતના તાત ખેડૂતોએ વેદના જણાવેલ કે તા.૧૭/૦૭/૨૦૨૬ ના રોજ ભુજ ખાતે માન.ધારસભ્યશ્રી , સાંસદ સભ્ય , કલેકટરની અધ્યક્ષતા યોજાયેલ પરીસંવાદમાં રાપર તાલુકાના ખેડૂતો હાજર રહેલ જેમાં એક કલાક સભા ચાલેલ હતી જેમાં ૩૦ મિનીટ થી વધુંનો સમય તો જાણે પાર્ટી ની મીટીંગ હોય તેમ સન્માન કરવામાં સમય વેડફી નાખેલ અને ખેડૂતોના સમયની બરબાદી કરેલ. અહીંથી ભુજ ૧૫૦ કી.મી થી વધુના અંતરે થાય છે જેમાં ખેડૂતોને જવા માટે આર્થિક ખર્ચ થાય છે જે ખર્ચી ને જગતના તાત તેમનીન સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા લઈને ભુજ જાય છે પરંતુ ત્યાં સભામાં જતા સેલારીના હીરજીભાઈ રાઠોડે જણાવ્યું કે અમે હાથ ઊંચા કરી કરીને થાક્યા પ્રશ્નો રજુ કરવાનો મોકો આપવામાં આવ્યો જ ન હતો અને એમને ના છુટકે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેકટર સાંસદ અને કચ્છ જિલ્લા પ્રભારી કાંતિભાઈ અમૃતીયાને આંતરીને પ્રશ્નો રજુ કરવાની ફરજ પડી હતી પરંતુ જગતના તાત ના નામે માત્ર ગોખેલો જવાબા સંભાળમાં મળ્યો અને ખેડૂતોને હતાશ થઇ સમસ્યા સાથે પરત ઘરે જવાની ફરજ પાડવામાં આવી હતી.

           અમારી માંગ છે કે તકલીફ ખેડૂતને પરેશાની ખેડૂત ને તો આવિ પરીસંવાદ સભાઓ જે ગામોમાં વીજ પોલ નીકળતા હોય તે ગ્રામ સભા બોલાવી સ્થાનિકે યોજવામાં આવે જેથી ખેડૂતોને ખોટો ખર્ચો અને સમય બચે અને ખેડૂતોને સાંભળવા માટે પુરતો સમય આપવામાં આવે અને વળતરની રકમ પુરેપુરી ખેડૂતોના ખાતામાં જમા ના થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં વીજ પોલ ની કોઈપણ કંપની પગ મુકે નહિ તેવી માંગ છે.