“ગાંધીધામમાં સોનમની હત્યા તેમના પતિ દ્વારા કરવામાં આવેલ જેના ગુનેગાર ને આકરી સજા કરવમાં આવે

ગાંધીધામમાં સોનમની હત્યા તેમના પતિ દ્વારા કરવામાં આવેલ જેના ગુનેગાર ને આકરી સજા કરવમાં આવે” “આ ઘટના ને કોંગ્રેસ પક્ષ વખોડે છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ની હાલત ખુબજ ખરાબ છે.” ગાંધીધામમાં ભારતનગર વિસ્તાર માં જેની સાથે પ્રેમલગ્ન કરેલ તેવા તેમના પતિ સુલતાન જુસબ સુમરા દ્વારા તેમની પત્ની સોનમનું ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે અને આ બનાવથી સમગ્ર સમાજમાં ખુબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકોમાં ખુબ આક્રોશ છે કે માનવી કેટલી હદે ક્રૂર બની અને જેની સાથે પ્રેમલગ્ન કરેલ છે તેનાજ પતિ સુલતાન દ્વારા હત્યા કરવામાં આવેલ છે. આ બનાવને કોંગ્રેસ પક્ષ વખોડે છે અને આવા ગુનેગારો ને કડકમાં કડક સજા થવી જઈએ તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે. ગુજરાતમાં દિવસા-દિવસ આવા બનાવો વધી રહેલ છે. અને ગુનેગારો ને પોલીસ નો કોઈ ડર કે ભય રહેલ નથી અને અત્યારે દારૂ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો નું સેવન કરવાના પણ પ્રમાણ વધ્યું છે અને જેના કારણે પણ આવા ગુનાહો ને અંજામ આપવામાં આવે છે. જેની હત્યા થયેલ તેવી બહેનશ્રી સોનમની આત્માને પ્રભુ શાંતિ આપે