ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીએ માધાપર ખાતે આર્ષ અધ્યયન કેન્દ્રની મુલાકાત લીધી

4 (7)

    કચ્છ જિલ્લાના બે દિવસીય મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગરના ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલ આજરોજ માધાપર ખાતે આર્ષ અધ્યયન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી સાથે ચેરમેનશ્રીએ શ્રીમદ્ ભગવદ ગીતા અને સંસ્કૃત સાહિત્યના વિવિધ અમૂલ્ય ગ્રંથો વિશે ચર્ચા કરી હતી.

        સંસ્કૃત ભાષાનું ગૌરવ વધે, વિકાસ થાય અને સંવર્ધન થાય તે માટેના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની બહોળી ચર્ચા ચેરમેનશ્રી દ્વારા આજની મુલાકાત વખતે કરવામાં આવી હતી. શ્રીમદ્ ભગવદ ગીતાને સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં પ્રસિદ્ધિ મળે અને ગૌરવ વધે તે માટેની બોર્ડની યોજનાઓ વિશે ચેરમેનશ્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ચેરમેનશ્રી દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે પણ સઘન ચર્ચા કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષાના ગૌરવ અને વિકાસ માટે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરાયા હતા.

કાર્યક્રમ વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી શ્રી જી.જી.નાકર અને શ્રી જીગર દવે દ્વારા સંભાળવામાં આવી હતી