વરસાદના પગલે કચ્છ જીલ્લા કલેકટરનો નાગરિક જોગ સંદેશ

વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં ડેમ,નદી, નાળા તથા જળાશયો સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરનો અનુરોધ

જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સજ્જ

જિલ્લા તથા તાલુકા કંટ્રોલરૂમ દ્વારા વરસાદી પરિસ્થિતિ પર રાખવામાં આવતી ચાંપતી નજર

જિલ્લામાં પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, પીજીવીસીએલ સહિત એન.ડી.આર.એફની ટુકડીઓ તૈનાત

નાગરિકો કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭, (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ