પડાણામા 17 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
પડાણામા યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પડાણા નજીક આવેલી કચ્છ કેમિકલ કંપની સામે રહેતી 17 વર્ષીય ખુશ્બુકુમારી ગત દિવસે બપોરે કોઈ અગમ્ય કારણોસર છતના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હતભાગીએ કયા કારણોસર આ પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે