રાપર તાલુકાના કુંભારિયા સીમ વિસ્તારમાં શરાબનો જથ્થો ઝડપાયો; પરંતુ આરોપી ફરાર
રાપર તાલુકાના કુંભારિયા સીમ વિસ્તારમાં શરાબનો જથ્થો કબજે કરવામાં આવ્યો. આ મામલે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કુંભારિયા ગામનો ઈસમ પોતાનાં મકાનની પાછળ દૂર આવેલી નદીમાં પ્લાસ્ટિકની થેલીમાં બોટલો રાખી વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે તુરંત જ બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાવળોની ઝાડીઓમાં 14,040નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ગુનો નોંધી વધુ ઝડપી તપાસ પોલીસે હાથ ધરી છે.